Wednesday, 15 June 2016

મેડિકલ/પેરામેડિકલ એડ્મિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે ના Steps


1. વેબસાઇટ www.medguj.nic.in પર જાઓ.
2. “Applied for admission in medical courses-ACPMEC-2016” બટન પર ક્લિક કરો
3. હવે જે પેજ ખૂલે તેમાં ડાબી બાજુ કેસરી કલર માં આપેલ “Click here for new registration” બટન પર ક્લિક કરો, એટલે એક નવું પેજ ઓપન થશે.
4. Course name માં medical/paramedical ઓપ્શન સિલેક્ટ કરો.
5. GUJCET ૨૦૧૬ નો seat number અને GUJCET ૨૦૧૬ નો application number લખો.
6. ૧૪ આંકડા નો PIN નંબર લખો (Axis bank માંથી અથવા ઓનલાઇન ખરીદેલ બૂકલેટ માંથી લખવા)
7. ગુજકેટ ૨૦૧૬ માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે તમારું નામ લખો
8. Green કલર માં લખેલ Captcha કોડ એન્ટર કરો
9. Submit બટન ક્લિક કરો
10. હવે જે પેજ ખૂલે તેમાં Personal detail ભરવાની થશે જેમાં પ્રથમ તમને લાગુ પડતી gender, category અને subcategory સિલેક્ટ કરો
11. ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનાં પ્રમાણપત્ર મુજબ આવક લખો.
12. જો તમે પગ ને લગતી શારીરિક ખોડખાપણ ધરાવતા હો તો “YES” સિલેક્ટ કરો અને ત્યારબાદ તે ખોડખાપણ ના સર્ટિફિકેટ નો સિરિયલ નંબર અને તેની તારીખ લખો
13. ત્યારબાદ જન્મતારીખ, માતા અને પિતા નું પુરૂ નામ લખો
14. અમદાવાદ અને સુરત ના local candidate માટે:  જો આપની પાસે એન.એચ.એલ. મ્યુનિસિપલ કોલેજનું લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર હોય તો YES પર ક્લીક કરો.
15. જો ધોરણ 10/12 સંસ્કૃત સાથે પાસે કરેલ હોય તો “YES” સિલેક્ટ કરો
16. ધોરણ ૧૦ ની marksheet પ્રમાણે કુલગુણ માંથી મેળવેલ ગુણ લખો (જો ૧૦માં ધોરણમાં ગ્રેડ સિસ્ટમ હોય તો આ મુજબ ગણતરી કરો. ટકાવારી = CGPA X  ૯.૫ )
17. ધોરણ ૧૨ ની marksheet પ્રમાણે examination board, SID number, School Index No, district name, Seat number લખો
18. ધોરણ ૧૨ ની માર્કશીટ પ્રમાણે બેઠક નંબર, પાસ કર્યાનો મહિનો અને વર્ષ, ગ્રુપ લખો.
19. ધોરણ ૧૨ અને GUJCET ના માર્કસ ઓટોમેટિક આવી જશે, જે ચેક કરી લો
20. Other detail માં આપેલ વિગતો જેવી કે જન્મસ્થળ, નાગરિકત્વ, સરનામું, મોબાઇલ નંબર (ખાસ) અને ઇ-મેઈલ આઇડી લખવી
21. GUJCET ૨૦૧૬ નો સીટ નંબર તમારો “USER ID” થશે
22. હવે તમને મનગમતો ૬ થી ૧૨ અક્ષર નો પાસવર્ડ બનાવો જેમાં આંકડા અને અંગ્રેજી મૂળાક્ષર બંને હોય (ફરી વખત લૉગ ઇન થવા માટે આ પાસવર્ડ યાદ રાખો)
23. Declaration અને undertaking વાંચ્યા બાદ “I Accept” સિલેક્ટ કરો
24. “Submit registration detail” બટન પર ક્લિક કરો
25. હવે તમને તમારી બધીજ વિગતો અને ફોટો દેખાશે જે ચેક કરી લો (તમારો ફોટો GUJCET ૨૦૧૬ માંથી ઓટોમેટિક અપલોડ થઈ જાશે)
26. જો કોઈ વિગત સુધારવાની જરૂર લાગે તો “EDIT REGISTRATION” બટન પર ક્લિક કરો અને સુધારો કરો
27. જો બધી જ વિગતો બરાબર હોય તો  “CONFIRM REGISTRATION DETAIL” બટન પર ક્લિક કરો
28. તમારું online registration હવે પૂરું થશે 
29. હવે ઉપર ની બાજુ આપેલ PRINT REGISTRTION DETAIL બટન ક્લિક કરતાં acknowledgement slip આવશે જેની પ્રિન્ટ કાઢી લો
30. જો acknowledgement slip માં document verification નું લિસ્ટ આપેલું હોય, તો acknowledgement slip અને બધા જ documents (ઓરિજનલ અને તેની self  attested ફોટોકોપી) લઈ નજીક ના હેલ્પ સેન્ટર પર એ પ્રક્રિયા માટે સંપર્ક કરો 
------------------------------------------------
હેલ્પ સેન્ટરોની યાદી
1. બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ.
2. સરકારી મેડીકલ કોલેજ, વડોદરા
3. સરકારી મેડીકલ કોલેજ, સુરત
4. સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર
5. પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટ
6. એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર
7. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, સોલા, અમદાવાદ
8. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ગાંધીનગર
9. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ધારપુર-પાટણ
10. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, હિંમતનગર
11. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ગોત્રી, વડોદરા
12. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, વલસાડ
13. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, જૂનાગઢ

હેલ્પ સેન્ટર પર થતી કામગીરી
૧. ઓનલાઇન ફોર્મ ભરવા
૨. પ્રમાણપત્રો ની ચકાસણી
૩. એડ્મિશન પ્રક્રિયા ને લાગતું માર્ગદર્શન

No comments:

Post a Comment